
ગુજરાતમાંથી વારંવાર ડ્રગ્સ ઝડપાતું રહે છે, મળતા અહેવાલ પ્રમાણે ભાવનગરમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝ઼ડપાયો હતો. ભાવનગર SOGએ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે શહેરના ભીડભંજન ચોક પાસે બે શખ્સ શંકાસ્પદ સ્થિતિમાં ફરી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે શહેરના ભીડભંજન ચોક નજીક ડબગરવાળી શેરી માંથી આ બન્ને શખ્સોને રોકીને તપાસ આદરી હતી.
19 લાખથી વધુનુ ડ્રગ્સ ઝડપાયું
તપાસ દરમિયાન બન્ને શખ્સો પાસેથી 198 ગ્રામ મેથા એમ્ફેટામાઈન ડ્રગ્સ મળી આવ્યું હતું. ભાવનગર SOGએ બન્નેને ડ્રગ્સ સાથે ઝડપ્યા હતા. એકની ઓળખ ભંગારી સુલતાનભાઈ બેલીમ અને બીજાની ઓળખ સમીર યુનુસભાઇ ધાનીવાલા તરીકે થઈ છે.
198 ગ્રામ મેથા એમ્ફેટામાઈન ડ્રગ્સ
ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 19 લાખ 80 હજાર થાય છે. SOGએ NDPS એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધીને બન્ને આરોપીઓને ગંગાજળિયા પોલીસને સોંપ્યા હતા. તો બીજી તરફ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ બન્ને શખ્સો ડ્રગ્સનું વેચાણ કોને કરવા આવ્યા હતા.