
Bhavnagar: ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાહેબની પ્રતિમાને નીલમબાગ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી અને વડવા વોશિંગ ઘાટ ખાતે રાજવી પરિવારની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી ભાવેણાની સાદગી પૂર્વક સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી.
સૌરાષ્ટ્રના મહત્ત્વના શહેર એવા ભાવનગરને આજે 303મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે. ભાવનગર તેના ભવ્ય સાંસ્કૃતિક વારસા, વહીવટી તંત્ર, સાહિત્ય, કલા માટે વિખ્યાત હતું. વર્તમાનમાં પણ ભાવનગર ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. ભાવનગરમાં કુલ 224 વર્ષ સુધી રાજવીઓનું શાસન રહ્યું હતું. રાજવી શાસન દરમ્યાન પણ ભાવનગરમાં ઉમદા કાર્યો થતા રહ્યા હતા જેની સમયાંતરે ઈતિહાસ નોંધ લેતું રહ્યું છે.