
ભાવનગર જિલ્લાના તળાજામાં એક વ્યકિતની લાશ લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસને લાશ અંગેની જાણ થતા સઘન તપાસ શરુ કરી હતી.
ભાવનગર જિલ્લામાં ઘણા સમયથી મૃતદેહ મળવાનો સીલસીલો યથાવત્ છે. તળાજા નજીક રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસે આવેલા એક મોટા વડના વૃક્ષ પર અજાણ્યા શખ્સનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. જેના પગલે લોકોનાં ટોળાં એકઠા થયા હતા. બનાવ અંગેની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડયો હતો. ત્યારબાદ લાશ કોની છે ? હત્યા કે આત્મહત્યા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.