Home / Gujarat / Bhavnagar : Continuous rain in Mahuva taluka for the last two hours

Bhavnagar News: મહુવા તાલુકામાં છેલ્લા બે કલાકથી અવિરત વરસાદ, સ્થાનિકોને ભારે હાલાકી

મહુવા તાલુકાના ઓથા ગામમાં ભારે વરસાદના કારણે ડોંગી નદી ઉફાણ પર આવી છે. છેલ્લા બે કલાકથી અવિરત વરસાદના પગલે નદી બે કાંઠે વહેવા લાગી હતી, જેના કારણે ગામમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બગદાણા પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેની અસર ઓથા ગામની નદી પર પણ જોવા મળી. નદીમાં સતત પાણીનો પ્રવાહ વધતાં મહુવા-બગદાણા રોડ બંધ કરવાની ફરજ પડી છે. ગામની બજારમાં પણ વરસાદી પાણી ભરાયું છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામની નદી અને બજાર વિસ્તારમાં પાણી બે કાંઠે વહેતું હોવાના દૃશ્યો જોવા મળ્યા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon