ભાવનગરની પ્રખ્યાત ઇસ્કોન ક્લબ પાછળ આવેલા બોરતળાવ પાળ પર આગ લાગવાની ઘટના બની હતી. તળાવની પાળ ઉપરના ઘાસ અને બાવળિયાના ઝાડમાં રાત્રે ઓચિંતા આગ લાગતા અફરાતફરીનો માહોલ બનાવ્યો હતો. આગ ઝડપથી ફેલાતાં ફાયર બ્રિગેડેને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે કલાકોની મહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
જણાવી દઈએ કે, રાત્રે ઇસ્કોન ક્લબ પાછળ બોરતળાવની પાળ ઉપર ઘાસ અને બાવળિયામાં આગ લાગવાની ઘટના બની હતી. આગ ઝડપથી ફેલાતાં ફાયર બ્રિગેડને જાણ કરાતા બે ગાડીઓ પહોંચીને પાણી છાંટી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી, તેમજ આગના કારણે કોઈ જાનહાનીના સમાચાર નથી.