
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે પાલીતાણા શહેરમાં 13 વર્ષની વિદ્યાર્થીની પર સ્કૂલ વાનના ડ્રાઈવરે અડપલા કર્યા હતા. માસૂમ ત્યાર બાદ હેબતાઈ ગઈ હતી. તળેટીમાં આવેલી વિદ્યાલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે આ બનાવ બન્યો હતો. વાન ચાલકની ઓળખ જાહિદભાઈ ઇકબાલભાઈ કાજી તરીકે થઈ છે. તે સ્કૂલવાનનો ડ્રાઈવર છે.
પરિવારે સમાજના આગેવાનો સાથે રહીને ટાઉન પોલીસમાં ફરિયાદ દાખલ કરી
માસૂમે જ્યારે સમગ્ર બાબતની જાણ પરિવારને કરી તો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પરિવારે સ્કૂલમાં જાણ કરી તો ટ્રસ્ટીઓએ મામલો દબાવી દેવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ સ્કૂલ અને ટ્રસ્ટીઓ પર પણ સવાલ ઊભા થયા છે.
ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી ફરિયાદ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પરિવારે સમાજના આગેવાનો સાથે રહીને ટાઉન પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે મામલાની ગંભીરતા જોઈને તપાસ શરૂ કરી છે.