થોડા દિવસો પહેલા ભાવનગરના સુતારવાડ વિસ્તારમાં જાહેરમાં કેટલાક શખ્સો દ્વારા એક યુવકને માર મરાયો હતો. નિશ્ચિત પટેલ નામના યુવક પર 6 થી 7 લોકો હથિયારો લઈને તૂટી પડ્યા હતા. મિલકતના ભાડાની ઉઘરાણીનો દાઝ રાખી યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ઈકો કાર લઈને આવેલા શખ્સોએ યુવકને માર મારી ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યો હતો જે ઘટનના ના સીસીટીવી પણ વયરલ થયા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે CCTV ફૂટેજ કબજે કરી તપાસ હાથ ધરી હતી. ફૂટેજને આધારે ઘટનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.