
ગુજરાતના ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતી ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે ભાવનગરના ઘોઘામાં રેતી માફિયાનો આતંક સામે આવ્યો છે.જ્યા પ્રાંત અધિકારી પ્રતિભા દહીયા ઘોઘા મામલતદાર કચેરીની વિઝીટ માટે જઈ રહ્યા હતા.
પ્રાંત અધિકારીને એક ટ્રક પર શંકા ગઈ
પ્રાંત અધિકારીને એક ટ્રક પર શંકા ગઈ હતી.પ્રાંત અધિકારીએ રેતી ભરેલો એક ટ્રક ઝડપ્યો હતો.આ ટ્રકમાં ગેરકાયદેસર રેતી ભરેલી હતી.મામલતદારની સૂચના મળતા સર્કલ ઓફિસર ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.
સર્કલ ઓફિસરને જાનથી મારી નાખવાની આપી ધમકી
જ્યારે તેઓ ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે આરોપી વિપુલ ભાલીયએ સર્કલ ઓફિસરને ધમકી આપી હતી કે "તમે મારી ટ્રક પકડી છે અને હવે પકડશો તો મારી નાંખીશ.".ત્યારે આ સમગ્ર બનાવ અંગે ઘોઘા પોલીસે ગુનો દાખલ કરી બંને આરોપીઓને ઝડપી લીધા છે..