
Bhavnagar News : મૂળ ભાવનગર શહેરના અને મહારાષ્ટ્રના પુનામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કોન્ટ્રાક્ટરને ડિજિટલ અરેસ્ટ કરવાના કેસમાંત્રીજા આરોપીની આણંદથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
અલતાફ હુસેન કુરેશીની આણંદથી ધરપકડ
મૂળ ભાવનગર શહેરના અને મહારાષ્ટ્રના પુનામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કોન્ટ્રાક્ટરને 7 નવેમ્બર ના રોજ વિડીયો કોલના માધ્યમથી ડિજિટલ અરેસ્ટ કરી તેમને ED અને CID ની ધમકીઓ આપી આરોપીઓએ 15 લાખ રૂપિયા પડાવ્યાં હતા. આ અંગે સાઈબર ક્રાઈમમાં ગુનો નોંધાયા બાદ ધનંજય પુરોહિત અને જુનેદ વ્હોરા નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રીજા આરોપી અલતાફ હુસેન કુરેશીની આણંદથી ધરપકડ કરવામાં આવી છે.
સાઈબર ક્રાઈમની ટીમે આણંદ શહેરની બાલાપીર સોસાયટીમાં રહેતા અલતાફ હુસેન કુરેશીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આ આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.