સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિરે ભવ્ય રંગોત્સવ યોજાયો. ધુળેટી પર્વને લઈને ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવ સાળંગપુર મંદિરમાં યોજવામાં આવ્યો. 51 હજાર જેટલા નેચરલ કલર અને 500 જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર 70થી 80 ફુટ જેટલા ઉંચેથી મંદિરના પટાંગણમાં તમામ ભક્તો ઉપર ઉડાડવામાં આવ્યા.
૧૦ હજાર કિલો જેટલા કલરને એર પ્રેશરથી ભક્તો પર ઉડાવવામા આવ્યા હતા. ૫૦થી વધારે નાસીક ઢોલના સથવારે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. ગુજરાત સહિત ૧૧ દેશના ભક્તોએ રંગોત્સવમાં ભાગ લીધો હતો. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ આ રંગોત્સવમાં ભાગ લીધો હતો.