
અમદાવાદમાં વસ્ત્રાલામાં થોડાક દિવસે પહેલા જાહેરમાં આતંક મચાવનાર અસામિજક તત્વોની ઘટનાના પડઘા એવા પડ્યા છે ગુજરાત પોલીસ ફૂલ એક્શનમાં આવી છે. વિવિધ જિલ્લાઓની પોલીસ કુખ્યાત આરોપીઓની લિસ્ટ તૈયાર કરીને તેમના પર સખ્ત કાર્યવાહી કરી રહી છે. આરોપીઓના ઘરના વીજળી અને પાણીના કનેક્શન પણ કાપી રહી છે. ત્યારે આ વચ્ચે બોટાદ LCBએ કુખ્યાત આરોપી સામે મોટી કાર્યવાહી કરી છે.
LCBએ વિવિધ ગુનામાં સંડેવાયેલા આરોપીને પાસા હેઠળ જેલમાં ધકેલ્યો
મળતા અહેવાલ પ્રમાણે બોટાદ LCBએ મારામારી અને ગેરકાયદેસર હથિયારના ગુનામાં સંડેવાયેલા આરોપીને પાસા કરવામાં આવ્યા છે. દિપક ઉર્ફે ડીડી મકવાણા વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી હતી
બોટાદ LCB પોલીસે પાલનપુર જેલ ભેગો કર્યો
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્તને મંજુર કરવામાં આવી છે. બોટાદ LCB પોલીસે ડીડી મકવાણાની પાસા હેઠળ અટકાયત કરીને પાલનપુર જેલ ભેગો કર્યો હતો.