બોટાદમાં એક શિક્ષકે પોતાની દીકરીના લગ્ન પ્રસંગે અનોખી પરંપરા સર્જી છે. શિક્ષક નટવરભાઈ કણઝરીયાએ પોતાની દીકરી જાનકીનું ફૂલેકું પરંપરાગત રીતે નહીં, પરંતુ હાથીની અંબાડી પર કાઢ્યું છે. ગઢડા રોડ પર યોજાયેલા આ અનોખા ફૂલેકામાં વાજતે-ગાજતે કન્યાને હાથી પર બેસાડવામાં આવી હતી.
આ પણ વાંચો : દેશભરમાં બેંકના કર્મચારીઓની હડતાળ, સતત ચાર દિવસ રહેશે બેંકો બંધ; જાણો તારીખ અને કારણો
આ અનોખા દૃશ્યને નિહાળવા માટે શહેરભરમાંથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. શિક્ષક નટવરભાઈએ 'દીકરી વ્હાલનો દરિયો' સૂત્રને સાર્થક કરતા આ અનોખી પહેલ કરી છે. સામાન્ય રીતે ફૂલેકામાં ઘોડા કે મોટરકારનો ઉપયોગ થતો હોય છે, પરંતુ નટવરભાઈએ પોતાની દીકરી માટે હાથીની અંબાડીની વ્યવસ્થા કરી તેમની દીકરી પ્રત્યેનો અનોખો પ્રેમ દર્શાવ્યો છે. આ પ્રસંગે આસપાસના વિસ્તારમાંથી પણ લોકો આ અનોખા ફૂલેકાને જોવા આવ્યા હતા.