ગુજરાતના બોટાદમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે બોટાદના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે કોઝવે પર કાર તણાઈ ગઈ હતી. કારમાં સ્વામીનારણ સંપ્રદાયના એક સ્વામી સહિત કુલ સાત લોકો સવાર હતા.
7માંથી 4ને બચાવી લેવામાં આવ્યા
કારમાં સવાર 7 થી ચાર લોકોને બચાવી લેવાયા, જ્યારે ત્રણ લોકો પાણીમાં તણાયા હતા. સમગ્ર ઘટનાની જાણ તંત્રને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ તંત્ર ઘટના સ્થળ દોડીને બટાવ કામગીરી શરૂ કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે બચાવ કામગીરી દરમિયાન કૃષ્ણકાંતભાઈ પંડ્યા અને પ્રબુદ્ધભાઈ કાસીયાના મૃતદેહ મળી આવ્યા છે.
જ્યારે શાંત ચરિત સ્વામીની શોધખોળ હજુ ચાલુ છે. આ લોકો બોચાસણથી સાળંગપુર જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની. બરવાળા પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી તથા તપાસ શરૂ કરવામાં આવી હતી