
આ વર્ષે 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ચૈત્ર નવરાત્રીને લઈને રાજ્યના પ્રખ્યાત શક્તિપીઠ બહુચરાજી ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રી પૂર્વે આવતી કાલે એટલેકે (8 એપ્રીલ)ના બપોરના 12 કલાકે પ્રક્ષાલન વિધિ યોજાશે.
માતાજીના ગર્ભગૃહ, બાલા યંત્ર સહિત માતાજીની સાત દિવસની સવારીની વિધિવિધાન મુજબ પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે.પ્રક્ષાલન વિધિની સાથે જ શાસ્ત્રોકત વિધિ વિધાન મુજબ વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થપાન પણ કરવામાં આવશે.
16 એપ્રિલ ચૈત્ર સુદ આઠમની રાત્રે 9:30 કલાકે માતાજીની પાલખી નીકળશે. 21 એપ્રિલથી 23 એપ્રિલ શક્તિપીઠ બહુચરાજી ખાતે ભાતીગળ ચૈત્રી પૂનમના મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ચૈત્રીપુનમના આ ભાતીગળ મેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે.