રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાની 124 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજશે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરાતા ચૂંટણી લડવા થનગનતા ઉમેદવારોમાં ખુશી જોવા મળી રહી છે. નસવાડી ટાઉનની ગ્રામ પંચાયતની ચૂંટણી ત્રણ વર્ષથી થતી ન હતી. તેનો અંત આવ્યો છે. વહીવટદારના શાસનથી લોકો ત્રાસી ગયા હતા. છોટાઉદેપુર જિલ્લામાં યુવાધન ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે છેલ્લા 3 વર્ષથી રાહ જોતું હતું. ચૂંટણી જાહેર થતા લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે મતદારોમાં પણ ભારે ઉત્સાહ છે. પંચાયતી રાજ આવ્યું ત્યારથી પહેલી વાર ગ્રામ પંચાયતના શાસનમાં વહીવટદારનુ શાસન ત્રણ વર્ષ સુધી રહ્યું હોય તે આ પહેલી ઘટના છે.