
નસવાડી તાલુકા મા વર્ષો જૂના અને જર્જરિત કેટલાય એવા રસ્તા છે કે જેની ઉપર થી વાહન ચાલકોને પસાર થવું જીવ નું જોખમે છે. કેટલાય વાહન ચાલકો સ્લીપ ખાઈ ને પડ્યા હોવાના બનાવો પણ બન્યા છે . પરંતુ રાહદારી ઓ ની મજબૂરી છે કે તેમને જોખમ કારક રસ્તા પર થી પસાર થવું પડે તે એક મજબૂરી છે. નસવાડી તાલુકાના એક બે રસ્તા નથી લગભગ 45 ગામો ને આવા રસ્તા એક બીજા ને જોડે છે. જોકે આ બાબત સરકાર ને ધ્યાને આવતા નસવાડી તાલુકાના 20 કરોડ ના ડામર રસ્તા નું રીસરફેસિંગ કરવા માટે રાજ્યસરકાર દ્વારા ગ્રાન્ટ ફળવાતાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડરો બહાર પાડવા માં આવ્યા .અને તે કામ માટે વડોદરા ની નિયતી કન્ટ્રક્શનને 1/1/2025 ના રોજ સોંપવા માં આવ્યું . પરંતુ આજે પણ કામ ની શરૂઆત કરવા માં ના આવતા લોકો ને અગાઉ ની જેમ ચોમાસા ના સમયે તકલીફો નો સામનો કરવો પડશે . કારણ કે હવે ચોમાસા ની શરૂઆત ના થોડોજ દિવસો બાકી છે. કામ કયારે શરુ થશે ?
આદેશ છતાં કોઈ કામગીરી નહીં
રીસરફેસિંગ ની કામ માટે ની મંજૂરી નિયતિ કન્ટ્રક્શન ને લઈ તો લીધી પણ કામગીરી શરૂ કરવા માં આવી નથી. ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે. છતાં કામ ની શરૂઆત કેમ કરવા માં આવી નથી તે તો તંત્ર કે અધિકારી ઓ જાણે પણ આ બાબતે કોઈ બોલવા તૈયાર નથી. લોકો નેતા ઓ અને અધિકારી ઓ ને રજૂઆતો કરી ને પણ થાક્યા છે. નિયતિ નિયતિ કન્ટ્રક્શને 20 કરોડ ના કામો એક સાથે રાખી તો લિધા અને આ તમામ કામો નવ માસ મા પૂર્ણ કરવા માં આવે તેવા આદેશ પણ કરવા માં આવ્યા હતા . છતાં કોઈ કામગીરી હાલ સુધી કરવા માં આવી નથી .
10 વર્ષ જૂના રસ્તા
કેટલાક ગામડાઓમાં તો 10 વર્ષ પહેલા રસ્તા બન્યા હતા તે રસ્તાઓ ની કપચી પણ બહાર આવી ગઈ છે.રસ્તાબો માં ખાડા પણ પડી ગયા છે અકસ્માત ની ઘટનાઓ પણ વારંવાર અહી બને છે. ત્યારે પંચાયત માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓ ની જવાબદારી નથી બનતી કે એક સાથે 20 કરોડ ના કામો ની મંજૂરી નિયતિ કન્ટ્રક્શને મેળવી લીધી તેની સામે લાલ આંખ કરે અને કામગીરી ઝડપ થી શરુ કરાવે. તાલુકા મથક ને જોડતા બિસ્માર રસ્તા ઉપર જીવ નું જોખમ ખેડતા રાહદારી ઓ ની વ્યથા તંત્ર કયારે સાંભળશે તે ની રાહ હાલ તો જોઈ રહ્યા છે.