છોટાઉદેપુર જિલ્લાના કવાંટના રંગપુર ગામ પાસેથી હાઈટેન્શન વીજ લાઈન પસાર થઈ રહી છે. આ વીજ લાઈનના પોલ હટાવ્યા વગર જ ડામર પાથરી દેવામાં આવ્યો છે. બુદ્ધિનું દેવાળું ફૂંકવામાં આવ્યું હોય તે રીતે ઉતાવળે રોડ પર ડામર લગાવી દેવામાં આવ્યો હોવાથી લોકો તરેહતરેહની કોમેન્ટ કરી રહ્યાં છે. સ્થાનિકોએ કહ્યું કે, વિકાસના કામો ખૂબ થાય છે. પણ આ દ્રશ્યો જોઈને એવું લાગે છે કે જાણે વિકાસ ગાંડો થયો છે.