
છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય વિભાગે મોટો નિર્ણય લીધો છે. મળતા અહેવાલ પ્રમાણે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરના કુલ 15 કર્મચારીઓને ફરજ પરથી છૂટા કરવામાં આવ્યા છે.
પુરાવા છોટાઉદેપુરના આરોગ્ય અધિકારીને જમા કરાવ્યા ન હતા
કર્મચારીઓએ સીસીસી પરીક્ષા નિર્ધારિત સમયમર્યાદામાં પાસ કરીને તેના પુરાવા છોટાઉદેપુરના આરોગ્ય અધિકારીને જમા કરાવ્યા ન હતા. આ કારણે સરકારે આ કડક પગલા ભર્યા હતા.
15 કર્મચારીઓને કરી દીધા ઘર ભેગા
કર્મચારીઓની છટણી વિવિધ તાલુકાઓમાંથી કરવામાં આવી છે, જેમાં નસવાડીમાંથી 1, બોડેલીમાંથી 5, સંખેડામાંથી 3, છોટાઉદેપુરમાંથી 2, પાવીજેતપુરમાંથી 2 અને કવાંટમાંથી 2 કર્મચારીઓનો સમાવેશ થાય છે. કુલ 15 કર્મચારીઓને ઘરભેગા કરી દેવાયા છે. આ ઘટના આરોગ્ય વિભાગમાં નિયમોનું પાલન કરવાની ગંભીરતા દર્શાવે છે.