છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના અંબાલાથી હાઈ વેને જોડતો રસ્તો નકામલી હરપાલપુરા તેમજ 10 જેટલા ગામોને જોડતો રસ્તો છે. એ રસ્તા ઉપર એક નદી આવેલી છે. ત્યાં લો લેવલનો કોઝ વેનો એક ભાગ તૂટી જતા ભારદારી વાહનો નીકળતા નથી. ચોમાસાના સમયમાં આ નદીમાં પાણી આવે ત્યારે રસ્તો બંધ થઈ જાય છે. તૂટેલા કોઝ વેને પંચાયત માર્ગ મકાન વિભાગે એક વર્ષ પહેલા જ રિપેરિંગ કરાવ્યું હતું. પરંતુ તે તૂટી જતા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ તૂટેલા ભાગમાં પથ્થરો પૂરીને લેવલ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે, કોઈ બાઇક ચાલક કે કોઈ ફોર વ્હીલર ચાલક સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવે તો ખાડામાં પડે તેવી સ્થિતિ છે. ત્યાં પથ્થરો પૂરેલા હોય તો મોતને પણ ભેટી શકે છે.
રિપેરિંગ માટે રજૂઆત
છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓ ને ગ્રામજનો એ વારવાર કોઝ વે રિપેરિંગ માટે પણ રજૂઆત કરી છે પરંતુ અધિકારીઓનું પેટ નું પાણી ના હલતા તંત્ર ને જગાડવા માટે લોકોએ કોઝ વે ઉપર ભેગા થઇને સૂત્રોચાર કર્યા હતા.છોટાઉદેપુર જિલ્લામાં ગામેગામ રસ્તા ની સમસ્યા ને લઈને લોકો રોડ ઉપર આવી રહ્યા છે અને આગામી દિવસો માં જનઆંદોલન છેડાઈ તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે છોટાઉદેપુર તાલુકાના છેવાડા ના ગામો અને મધ્યપ્રદેશ ની બોર્ડર ઉપર આવેલા ગામો નો વિકાસ ક્યારે થશે તે તો જોવાનું રહ્યું