
છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા નસવાડી બોડેલી અને પાવીજેતપુર તાલુકામાં 15 જેટલી કપાસની જીનો આવેલી છે. જેમાં સીસી આઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવતી હતી. છેલ્લા આઠ દિવસથી કપાસ વેચવા માટે મોટાપાયે ખેડૂતો કપાસની જીનોમાં પહોંચતા કપાસની આવકો વધતા જીનોમાં કપાસના ઢગલા ખડકાયા છે.
ક્વિન્ટલ દીઠ 500નો ફર્ક
સીસી આઈ દ્વારા કપાસની કપાસની ખરીદી બંધ કરતા ખેડૂતોને 5 દિવસ સુધી સીસીઆઈમાં કપાસ વેચવા માટે રાહ જોવી પડશે. હાલ તો બજારોમાં ખાનગી વેપારીઓ ઓછા ભાવે કપાસ ખરીદે છે. સીસીઆઈ અને ખાનગી વેપારીઓ વચ્ચે એક ક્વિન્ટલ 500 રૂપિયાનો ફર્ક છે.
ઢગલાં ખડકાઈ જતા નિર્ણય
કપાસની જીનોમાં ઢગલા ખડકાતા સુરક્ષાના કારણોસર ખરીદી બંધ કરવામાં આવી છે. જીન માલિકો ઝડપથી ખરીદેલા કપાસનું પિલાણ કરી શકે અને રૂની ગાંસડીઓ બનાવી શકે તેના માટે ખરીદી બંધ કરાઇ છે. હાલ કપાસની જીનોમાં કપાસના ઢગલા ખડકાઈ જતાં કપાસ ખાલી કરવા માટે પણ જગ્યા બચી નથી.