
છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં 20 જેટલા મધપૂડા આ મધપૂડામા લાખોની સંખ્યામાં મધમાખીઓ છે. કચરીના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર અધિકારીઓની ચેમ્બરની છતના ભાગે મધપૂડા છે. આ મધપૂડામાં માખીઓ ઉડે ત્યારે કરડવાની ઘટના બને તો મુશ્કેલી સર્જાય તેમ છે. અધિકારીઓએ આવા મધપૂડા રવિવારની રજાઓમાં મધપૂડા ઉતારી લેવડાવવા જોઈએ.
મુખ્ય બિલ્ડીંગમાં 20 મધપૂડા
છોટાઉદેપુર જિલ્લા પંચાયત માં 6 તાલુકાઓ માંથી ચૂંટાયેલા જિલ્લા પંચાયત સદસ્યો તેમજ સરપંચો અને અન્ય લોકો કામગીર માટે જાય છે જ્યારે જિલ્લા પંચાયત માં પાંચ માં માળ સુધી અલગ અલગ વિભાગ ની કચેરીઓ આવેલી છે જ્યારે અધિકારીઓની ચેમ્બર પણ આવેલી છે જિલ્લા પંચાયત ભવન માં આગળ ના ભાગ માં મુખ્ય બિલ્ડિંગ છે તેની બારી ની છત ઉપર 20 જેટલા મધપૂડા અલગ અલગ જગ્યા ઉપર હાલમાં છે.
દુર્ઘટના સર્જાવાની વકી
લાખો માખીઓ મધપૂડા ઓમા છે અને મધપૂડા મોટા મોટા છે ત્યારે આ મધપૂડા માં થી માખીઓ ઉડે અને કોઈ ઘટના બને તો મોટી દુર્ઘટના સર્જાય શકે તેમ છે જ્યારે અધિકારીઓએ આ મધપૂડા રજા નાં દિવસો માં ઉતારી લેવા જોઈએ જેનાથી કોઈ ઘટના ન બને હાલ તો આ મધપૂડામાં લાખો માખીઓ છે અને મધપૂડા ઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે ત્યારે જવાબદાર અધિકારી આનું ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.