છોટાઉદેપુર જિલ્લાના શિહોદ વિસ્તારમાં આવેલા ભારજ નદી પર 4 કરોડના ખર્ચે બનેલા ડાયવર્ઝન પર ભુવો પડતા ચકચાર મચી ગઈ છે. ડાયવર્ઝનમાં બનેલા ક્રેશ બેરિયરના પાઇલટ હેઠળની માટી ધોવાઈ જતા પિલર ખુલ્લો થઈ ગયો હતો. પિલર ખુલ્લો પડતા તાત્કાલિક ભુવો સર્જાયો છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે અને ડાયવર્ઝનની ગુણવત્તા પર પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. વિશેષ વાત એ છે કે, જો આ ડાયવર્ઝન આગળ ધોવાઈ જાય તો સમગ્ર વિસ્તારની જનતાને લગભગ 40 કિલોમીટરની લંબાતી ફરટ લેવા પડી શકે છે, જે સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર માટે ભારે મુશ્કેલીરૂપ બની શકે છે. પ્રશાસને તરફથી તાકીદે સ્થિતિનું નિરીક્ષણ કરીને યોગ્ય સમારકામ અને મજબૂતીના પગલાં લેવાની માંગ ઉઠી રહી છે, જેથી વધુ નુકસાન ટાળી શકાય.