છોટાઉદયપુરના નસવાડી તાલુકાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે થઈ. કુકાવટી ગામ પાસે અશ્વિન નદી પર આવેલા લો લેવલ કોઝ વે પર પાણી ફરી વળ્યા. અશ્વિન નદી 200 ગામોમાંથી પસાર થતી હોવાથી 200 ગામોને પીવાના પાણીની તંગી દૂર થશે. તાલુકામાં સતત બીજા દિવસે વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. વરસાદ પડતા અતિશય ઉકળાટમાંથી ગામના લોકોએ રાહત અનુભવી. જ્યારે કોઝ વે પર કોક્રેટનો સ્લેબ ધોવાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.