છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં 13 ગ્રામ પંચાયત કચેરીના બિલ્ડિંગ અધૂરા રહ્યાં છે. મનરેગા યોજનામાં 13 ગ્રામ પંચાયતો ના નવા મકાનો બનાવવા માટે સરકારે મનરેગા યોજનામાં ગ્રાન્ટ ફાળવી હતી. ત્રણ વર્ષ વીતી જવા છતાંય મનરેગા યોજનામાં મંજૂર કરવામાં આવેલ પંચાયત ઘર ની કામગીરી કરાવવામાં તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ એજન્સી નિયામક રસ ના લેતા તલાટીઓ ને બેસવા માટે જગ્યા નથી લોકો ના ઘરો માં બેસીને કામ કરે છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એસી ચેમ્બર માં બેસીને તેઓને મલાઈ મળે તેવા કામોમાં રસ રાખે છે. નસવાડી તાલુકાના જીતપુરા ગામે પંચાયત કચેરી બનાવવા માટે પ્લીન્થ કાઢવામાં આવી હતી અને હાલ તે ધોરડબ્બા બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. નસવાડી તાલુકામાં મનરેગા યોજનામાં પંચાયત કચેરી ના મકાનો અધૂરા છોડી દેવામાં આવ્યા છે લાખો રૂપિયાનો ખર્ચ પાડી દેવામાં આવ્યો છે પરંતુ અધિકારીઓ આ ખર્ચ બાબતે કાઈ પણ જણાવવા તૈયાર નથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક અને તાલુકા વિકાસ અધિકારીના વાંકે 13 ગ્રામ પંચાયત કચેરીની કામગીરી અધૂરી છે.