છોટા-ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી ભારે વરસાદને પગલે બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં અને જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઓરસંગ નદીમાં પાણીની આવકમાં વધારો થતાં ચેક ડેમ પણ ઓવરફ્લો થયા છે. નદીમાં નવા નીરના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ પાણી ખેતી માટે વરદાનરૂપ સાબિત થશે, જેનાથી પાકની ઉપજમાં વધારો થવાની શક્યતા છે.