Home / Gujarat / Chhota Udaipur : Protest against hydro project in Naswadi parish

Chhotaudepur News: નસવાડી પંથકમાં હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, સર્વે ટીમ અને પોલીસને સ્થાનિકોએ ઘેરી લીધા

Chhotaudepur News: નસવાડી પંથકમાં હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, સર્વે ટીમ અને પોલીસને સ્થાનિકોએ ઘેરી લીધા

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયા તેમજ આસપાસના 10 ગામોની આદીવાસીની જમીનો ઉપર કેન્દ્ર સરકાર દ્વારા હાઇડ્રો પ્રોજેક્ટ નાખવા માટે સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે માટે અધિકારીઓ પહોંચતા આદિવાસી સમાજના લોકો અધિકારીઓ અને પોલીસને ઘેરી લેવાયા હતાં. જેથી પોલીસ અને આદિવાસી લોકો  વચ્ચે સંઘર્ષ થયો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વારંવાર સર્વે માટે અધિકારીઓ આવે છે

આદિવાસી સમાજના લોકોનો આક્ષેપ  ભાજપને 95% મતો આ વિસ્તારમાંથી આપીએ છીએ, તો પણ ભાજપના નેતાઓ અને ધારાસભ્ય અમારી મદદ કરતા નથી તેવો લોકોનો આક્ષેપ છે. 10 ગામોના લોકો ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરી અને સૂત્રોચ્ચારો કર્યા હતાં. સર્વે કરવા આવેલી ટીમની અને પોલીસની ગાડીઓને રોડ ઉપર ઘેરી લેતા પોલીસ મુંઝવણ માં મુકાઈ હતી.સરકાર દ્વારા હાઇડ્રો પ્રોજેક્ટ 4000 કરોડના ખર્ચે નાખવા માટે જમીનોનું સર્વે કરવા માટે અધિકારીઓને વારંવાર મોકલે છે. 

અધિકારીઓને અટકાવાયા

નર્મદા ડેમ‌ના ઉપરવાસમાં ભાગ માં થી નર્મદા નદીનું પાણી લઈ તળાવો બનાવી હાઈડ્રો પ્રોજેક્ટ નાખવો છે. વાડીયા, કુપ્પા, ગનિયાબારી, સાકડીબારી તેમજ આસપાસ દસ જેટલા ગામોના આદિવાસીઓની જમીન જતી રહેવાનો ડર  હોવાથી આદીવાસી સમાજના લોકો વિરોધ કરે છે. આદિવાસીઓ પોતાની જમીન આપવા માંગતા નથી. ગ્રામ પંચાયતને કોઈપણ જાતની જાણકારી નથી અને ગ્રામસભાનો કોઈ ઠરાવ નથી. જેને લઈને આદિવાસી સમાજના લોકો ભેગા થઈને જમીન માપણી કરતા અધિકારીઓને કરતા અટકાવ્યા હતા.

આક્ષેપ કરાયા

આદિવાસી સમાજ ના લોકો નો આક્ષેપ છે કે આ વિસ્તાર માં થોડી ઘણી જમીનો થી જીવન નિર્વાહ ચાલે છે આ જમીનો સરકાર લઇ લે તો ક્યાં જવું અને આ વિસ્તાર માં આરોગ્ય ની સુવિધાઓ નથી શિક્ષણ ની સુવિધાઓ નથી સિંચાઈ અને પીવા માટે પાણી ની સુવિધાઓ નથી તેવી સુવિધાઓ આપતી નથી અને હાઈડ્રો પ્રોજેક્ટ નાખવા માટે સરકાર પાસે નાણાં છે ત્યારે આદિવાસી સમાજ ના લોકો ને મૂળભૂત અધિકારો આપવામાં આવતા નથી સરકાર ના આવા વલણ થી લોકો માં ભારે રોષ જોવા મળ્યો છે 

 

Related News

Icon