
કાશ્મીરના પહેલગામમાં બનેલી ઘટનાને લઈ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી મથકના ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. તમામ હિન્દુ મુસ્લિમ સંગઠનો અને વેપારીઓ દ્વારા નસવાડી બંધનો એલાન આપતા નસવાડી મથક સજ્જડ બંધ પાળ્યો છે. સમગ્ર નસવાડી બજારના વેપારીઓ પોતાની દુકાન કાશ્મીરમાં પહેલાગામમાં આતંકવાદી હુમલાના બનાવના વિરોધમાં તમામ લારી ગલ્લાવાળા તેમજ વેપારીઓ દુકાન બંધ રાખી પાકિસ્તાન મુરદાબાદના નારા લગાવી નસવાડી બંધને સમર્થન આપ્યું છે.
ભેગા મળીને વિરોધ
છોટાઉદેપુર જિલ્લાનું નસવાડી મથક 212 ગામોનો વેપારનો મુખ્ય મથક છે અને સમગ્ર તાલુકાના ગામોમાંથી અનેક પ્રકારની ચીજ વસ્તુઓ સહિતની સામગ્રી લેવા લોકો નસવાડી મથકે આવતા હોય છે ત્યારે નસવાડી ખાતે તમામ વેપારી મંડળ તેમજ હિન્દુ મુસ્લિમ સંગઠનો ભેગા મળી કાશ્મીર ના પહલગામમાં આતંકી હુમલાના વિરોધમાં સોમવારના રોજ એક દિવસ દુકાન બંધ રાખી વેપાર ધંધો ના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ કાશ્મીરમાં બનેલી ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ છે
નારેબાજી કરાઈ
વેપારીઓ દ્વારા પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લગાવી ફરીવાર આવી ઘટના ન બને તે માટે અને ભોગ બનનારાઓને ન્યાય મળે અને હુમલાખોરીને કડકમા કડક સજા થાય તેવી માંગ સાથે નસવાડીના વેપારીઓ તેમજ નસવાડી ગામના લોકોએ નસવાડી સજ્જડ બંધને સમર્થન આપી પોતાની દુકાન બંધ રાખી હતી જેને લઇ નસવાડીના બજારો સૂમસામ ભાસી રહ્યા હતા હાલ તો આ ઘટનાને લઈ સમગ્ર છોટાઉદેપુર જિલ્લા વાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એક પછી એક તાલુકાના વાસીઓ બંધનું એલાન આપી કાશ્મીર માં બનેલી ઘટનાના વિરોધમાં દુકાનો બંધ રાખી રોષ ઠલવી રહ્યા છે