
આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ ઉજવણીની બંદગીમાં અનોખો વિરોધ જોવા મળ્યો હતો. છોટાઉદેપુરમાં યુસીસીનો મુસ્લિમ સમાજે વિરોધ કર્યો હતો. ઈદની નમાઝમાં કાળી પટ્ટી બાંધી મુસ્લિમ બિરોદરોએ નમાઝ અદા કરી હતી. મુસ્લિમોના સૌથી મોટા તહેવાર ઈદ ઉલ ફિત્રની ઉજવણીમાં uccનો વિરોધ દેખાયો હતો.
નસવાડીમાં ઉજવણી
નસવાડીમાં ઈદ ઉલ ફિત્રની નમાઝ અશ્વિન નદીના કિનારે આવેલા ઇદગાહ મેદાનમાં પઢવામાં આવી હતી. નસવાડી તાલુકાના તમામ મુસ્લિમ બિરાદરો ઇદગાહ મેદાન ઉપર નમાઝ પઢવા ઉમટી પડ્યા હતા. નમાઝ બાદ નૂરાની મસ્જિદના મૌલાનાએ દેશની એકતા જળવાઈ રહે સાથે જ ભાઈચારાથી દરેક તહેવારોની ઉજવણી થાય અને એકબીજાને શુભેચ્છા પાઠવે તેવી દુઆ કરી હતી.
મુબારક બાદી અપાઈ
નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઇદની મુબારક બાદી પાઠવી હતી. રમઝાન માસ પૂર્ણ થતા ઈદની ખુશી મુસ્લિમ બિરાદરોએ મનાવી હતી. જો કે, છોટાઉદેપુરમં ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવનારા યૂસીસીનો વિરોધ દર્શાવતી કાળી પટ્ટી બાંધવામાં આવી હતી.