
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બિલગામ ગામે પ્રાથમિક શાળા ને જોડતો રસ્તો બનાવવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી સડક યોજનાનું બોર્ડ મારી દીધું હતું. પરંતુ, આજદિન સુધી રસ્તો જ બન્યો નથી. નસવાડી તાલુકામાં અલગ અલગ ગામોમાં પ્રાથમિક શાળાઓને જોડતા રસ્તા બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા અઢી કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપ્યો હતો. તે વર્ક ઓર્ડરની મુદ્દત પુરી થયે 7 માસ વીતી જવા છતાંય કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી નથી.
અલગ અલગ ગ્રાન્ટો ફાળવવામાં આવે છે
નસવાડી તાલુકાના બિલગામ ગામે ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા ચાલે છે 15 જેટલા બાળકો અભ્યાસ કરે છે આજે પણ આ બાળકો ખેતર ના કચર રસ્તા ઉપર થી અભ્યાસ કરવા માટે જાય છે સરકારે રોડ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવી પરંતુ પંચાયત માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓ ની નિષ્કાળજી ના કારણે આજદિન સુધી રસ્તો બન્યો નથી આદિવાસી વિસ્તાર ના વિકાસ માટે સરકાર અલગ અલગ યોજનાઓમાં ગ્રાંટો ફાળવે છે
રસ્તો બનાવવાની માગ
અધિકારીઓ કામગીરી કરાવવા માં નિષ્ફળ રહેતા હોવાનો આ વરવો નમૂનો છે જયારે ગ્રામજનો નો આક્ષેપ છે કે વહેલી તકે રસ્તો અને નાળું બનાવવામાં આવે જેનાથી ચોમાસા ના સમય માં બાળકો ને નીકળવામાં મુશ્કેલી ના પડે અધિકારીઓ ગામ ઉપર આવીને બોર્ડ મારી ને ગયા બાદ આજદિન સુધી આવ્યા જ નથી. છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ ના એજયુકેટીવ ઈજેનર ની જગ્યા છેલ્લા બે વર્ષ થી ભરવામાં આવતી નથી ઇન્ચાર્જ વહીવટ એજયુકેટીવ ઈજેનર નો ચાર્જ આપીને ચલાવવામાં આવતો હોવાથી જિલ્લાના વિકાસ ના કામો રામ ભરોસે બોર્ડ મારી ને ગયેલા અધિકારીઓ રસ્તો ક્યારે ચાલુ કરાવશે તેવી લોકો માંગ કરી રહ્યા છે