નસવાડી દેવલીયા રોડ સ્ટેચ્યુ ઑફ યુનિટી અને છોટાઉદેપુર જિલ્લાને જોડતો માર્ગ છે. આ રોડ નેશનલ હાઈવે 56 વિભાગની માલિકીનો રોડ છે. આ રોડમાં એક એક ફૂટના ખાડા દેવલીયા નસવાડી રોડમાં પડી જતા અનેક બાઇક ચાલકો આ ખાડાના પટકાયા છે. નાની ફોર વ્હીલર ગાડીના બંપરો આ ખાડામાં તૂટ્યા છે. અનેક વાહનોના વ્હીલ પણ છુટ્ટા પડી ગયા હતા. સરકારે ખાડા પુરવા માટે અનેક આદેશો કરવા છતાંય નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓ કાળજી લેતા નથી પ્રજાને રામ ભરોસે મૂકી દે છે. વડોદરાથી છોટાઉદેપુર જવા માટેનો આ એક માર્ગ સારો છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે ભારજ નદીનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. બોડેલી પાસે મેડિયા બ્રિજ બંધ કર્યો છે. જ્યારે મુખ્ય રસ્તો ભારદારી વાહનો માટે આ એક રસ્તો બચ્યો છે. તેમાં પણ મોટા મોટા ખાડા છે. વાહન વ્યવહાર વધારે છે. ત્યારે સરકારે નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી તૂટેલા માર્ગોના ખાડા પુરાવે તે જરૂરી બન્યું છે.