
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી અને સંખેડા તાલુકામાં મબલક કપાસનું ઉત્પાદન થયું છે. ત્યારે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીમાં ભાવ ઘટાડવાની દેહશત ફેલાઈ છે. જેથી ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ વેચવા ઉમટ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી અને સંખેડા તાલુકાની કપાસની જીનોમાં એક એક કિલોમીટર સુધી કપાસ વેચવા આવેલા ખેડૂતોના વાહનોની લાઈનો લાગી છે.
અધિકારીઓ મુંજવણમાં
સીસીઆઈ દ્વારા ખેડૂતોને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરતી નથી. ત્રણથી ચાર કલાક ખેડૂતો વાહન લાઈનમાં ઊભા રહે છે. જ્યારે સવારમાં તડકામાં ઊભા રહેતા ખેડૂતોને વેચાતું પાણી લાવીને પીવું પડે છે. કપાસના ભાવ ઘટવાની દેહશતથી ખેડૂતો મોટાપાયે કપાસ વેચવા નીકળતા સીસીઆઈના અધિકારીઓ પણ મુંજવણમાં મૂકાયા છે.
જવાબદારીમાં વધારો
કપાસની મબલક આવક થતાં ખેડૂતોના બિલો બનાવવા જીનોમાં પિલાણ કરાવવું અને રૂ પહોચડવું અને પિલાણ થયેલા કપાસ્યા કંપનીઓમાં પહોંચાડવા માટે ટ્રાન્સપોટેશનમાં ભરાવવા માટેની જવાબદારી પણ વધી છે. હજુ પણ કપાસની આવક વધારવાના સંકેત છે.