છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાડોદ ખાતે જગદંબા જીનમાં જીનના માલિક અને તેમના માણસોએ ખેડૂત ને માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. ખેડૂતને જીનના કમ્પાઉન્ડમાં આવેલ પિતા પુત્રને બાંધીને માર મરાયો હતો. પુત્રની સામે જ પિતાને માર મરાયો હતો. કપાસના જીનમાં કપાસની ખરીદી સીસીઆઈના અધિકારીઓ કરે છે. ખેડૂતોને ઓછો ભાવ સીસી આઈ આપે છે. ત્યારે સીસીઆઈના અધિકારીઓ અને જીન માલિકની મિલી ભગતથી આ ખેડૂત અને તેના પુત્રને માર મારવાની જે ઘટના બની છે. તેમાં ખેડૂતોએ જીન માલિક તેમજ સીસીઆઈના અધિકારીઓ સામે ગુન્હો નોંધાઈ તેવી માંગ કરી છે.
ખેડૂતે ઝેરી દવા પીધી
માર મારવાની ઘટનાથી ખેડૂત પિતાને લાગી આવતા નજીકમાં આવેલી દુકાનેથી જંતુનાશક દવા લાવી જીનના કમ્પાઉન્ડમા ગટગટાવી હતી. દવાપી લેતા ખેડૂતને સંખેડા હોસ્પિટલ પર લઇ જવાયો હતો. તબીબને ગંભીર જણાતા તેને ડભોઇ ખાતે રિફર કરાયો હતો. પિતા પુત્ર તિલકવાડા તાલુકાના પૂછપૂરા ગામના ખેડૂતો છે. સંખેડાના જગદંબા જીનમાં કપાસ વેચવા આવ્યા હતાં. જગદંબા જીનમાં સી.સી આઇ દ્વારા કરવામાં આવે છે. કપાસ ની ખરીદી ભાવ ઓછો આપતા ખેડૂતે કર્યો હતો. વિરોધ અન્ય જીનમાં કપાસ લઇને જવાની વાત કરતા જીનના માલિક અને તેના પુત્ર સાથે બોલાચાલી થઈ હતી. જેથી જીનના માલિક ઉશ્કેરાઈ જતા જીનના કામદારો સાથે મળી તેને થાંભલે બાંધવામાં આવ્યો હતો.