નસવાડી તાલુકામાં છેલ્લા અઠવાડિયામાં ત્રણ વખત કમોસમી વરસાદ પડ્યો છે. જેથી ગલગોટાના છોડ ઉપર આવેલા ફૂલ ઉપર વરસાદી પાણી લાગતા ગલગોટાના ફૂલ કાળા પડી રહ્યા છે. જેના કારણે ગલગોટાના ફૂલનો પાક તૈયાર થઈ ગયો હતો. પરંતુ તે ફૂલ હવે નકામા થઈ ગયા છે. ખેડૂતોએ ખાતર બિયારણ અને મહેનત કરીને ગલગોટાના ફૂલની ખેતી કરી હતી. લગ્ન ગાળાની સિઝનમાં ગલગોટાના ફૂલ ખેતરમાંથી જ લોકો લઈ જતા હતા. સારો ભાવ અને ખેડૂતોને ટ્રાન્સ્પોર્ટેશનનો ખર્ચ બચતો હતો. જેનાથી આ આવકમાંથી ચોમાસાની ખેતી તેમજ બાળકોના શિક્ષણની ફી ભરવામાં સરળતા રહેતી હતી. પરંતુ, કુદરત રુઢતા ગલગોટાના ફૂલની ખેતી કરનાર ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. હજુ સુધી સર્વે માટે કોઈ ટીમ આવી નથી. ખેડૂતોને સહાય મળશે તેવી કોઈ હૈયાધારણા આપવામાં આપવામાં આવી નથી. તંત્રની નિષ્કાળજીના કારણે ખેડૂતોને સહાય મળતી નથી.