અંતરિયાળ અને આદિવાસી ગણાતા છોટાઉદેપુર જિલ્લામાં વિકાસની વરવી વાસ્તવિકતાને દર્શાવતા દ્રશ્યો સામે આવ્યાં છે. જેમાં કવાંટ તાલુકાના ભૂંડમારિયા ગામની પ્રસૂતા મહિલાને રસ્તાના અભાવે ઝોળીમાં ઉંચકીને લઈ જતી વખતે રસ્તામાં પ્રસૂતિ થઈ હતી. કવાંટ તાલુકાના ભુંડમારિયા ગામના આમદા ફળિયાની મહિલાને સવારે 7 વાગ્યે પ્રસૂતિની પીડા ઉપડતા ઝોળીમાં ઉંચકીને લઈ જતા રસ્તામાં પ્રસૂતિ થઈ હતી. જોળીમાં ઊંચકી લઈ જતા 3 કિલોમીટર દૂર પ્રસૂતિ થતા બાળકને જન્મ મહિલાએ આપ્યો હતો. નસવાડીના સરિયા પાણી સુધી 108 આવી અને મહિલાને અડધો કિલોમીટર 108ના સ્ટ્રેચર પર ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવાઈ હતી. મહિલાને પ્રસૂતિ બાદ સારવાર માટે દુગ્ધા હોસ્પિટલ ખસેડાઈ હતી. રસ્તાના અભાવે વધુ એક મહિલાને ઝોળીમાં ઉંચકીને લઈ જવાની ઘટના સામે આવી છે.