Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલિકામાં રાજપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું રાજપુરા અને ગઢ બોરિયાદ ગામ વચ્ચેથી અશ્વિન નદી પસાર થાય છે. રાજપુરા ગામ પાસે નદી ઉપર લો લેવલનો કોઝ વે આવેલો છે તેના ઉપર પાણી ફરી વળતા રાજપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. હાલ તો આ ગામના લોકો પાંચ વર્ષથી આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ ગામના લોકો પુલની માંગણી કરી રહ્યા છે. પંચાયત માર્ગ મકાન વિભાગ સરકાર પાસે પુલ બનાવવા માટેની ગ્રાન્ટની માંગણી કરી હતી, પરંતુ પાંચ વર્ષથી સરકાર પુલ બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવતી નથી. હાલ તો આ ગામના લોકોને અવરજવર માટે એક જ રસ્તો છે. માટે કોઝ વે ઉપરથી પાણી ઊતરે તેની રાહ જોવી પડશે આ ગામના લોકો શાકભાજી અને દૂધ વિના વંચિત રહ્યા છે.