Home / Gujarat / Chhota Udaipur : youth who stole diesel was beaten and urinated on by four accused

Chota Udaipur : નસવાડીમાં યુવકને 3 દિવસ ગોંધી રાખી માર માર્યો, માથે પેશાબ કરી અપમાનિત કર્યો, જાણો શું છે મામલો

Chota Udaipur : નસવાડીમાં યુવકને 3 દિવસ ગોંધી રાખી માર માર્યો, માથે પેશાબ કરી અપમાનિત કર્યો, જાણો શું છે મામલો

Chota Udaipur News :છોટાઉદેપુર જિલ્લાના નસવાડી શહેરમાં એક ઘૃણાસ્પદ ઘટના બની છે, જેમાં પેટ્રોલપંપ પર ડ્રાઈવર તરીકે કામ કરતા યુવકે ડીઝલ ચોરી કરતા પેટ્રોલપંપના માલિકોએ યુવકને 3 દિવસ ગોંધી રાખી માર માર્યો અને માથે પેશાબ કરી અપમાનિત કર્યો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

યુવકે પોતે ડીઝલ ચોર્યાનું કબૂલ કર્યું

નસવાડી શહેરના જય નારાયરણ પેટ્રોલપંપ ઉપર ધવલ તરબદા નામનો યુવક છેલ્લા દોઢ વર્ષથી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. એનું કામ ટેન્કરમાં ડીઝલ લાવવાનું હોય છે. કેટલાય વખતથી ડીઝલ ઓછું થવાની ફરિયાદ ઉઠતા પેટ્રોલપંપના માલિકો ધવલને બોલાવી કડક પૂછપરછ કરતા ધવલે પોતે ડીઝલ ચોર્યાનું કબૂલ કર્યું હતું.

પેટ્રોલપંપના માલિકોએ 3 દિવસ ગોંધી રાખી માર માર્યો, માથે પેશાબ કર્યું

જય નારાયણ પેટ્રોલપંપના માલિકોએ ધવલ વિરુદ્ધ 16 લાખ રૂપિયાના ડીઝલની ચોરી કર્યાની પોલીસ ફરિયાદ કરી હતી. બાદમાં ધવલને ઉઠાવી 3 દિવસ સુધી તેને નરનારાયણ કોટન જીનમાં  જગ્યાએ ગોંધી રાખીને માર માર્યો હતો અને માથે પેશાબ કરીને અપમાનિત કર્યો હતો. પેટ્રોલપંપના માલિકોએ ધવલ અને તેના પરિવાર પાસે 16 લાખ રૂપિયાની માંગણી કરી હતી. 

ચાર આરોપીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

ધવલ તરબદાના પરિવારની પરિસ્થિતિ સારી ન હોવાથી ગ્રામજનો મદદે આવ્યાં હતા અને બે દિવસ સુધી ટોળે વળીને નસવાડી પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય અભેસિંહ તડવી પીડિત પરિવારની વ્હારે આવ્યા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

બે આરોપીઓની ધરપકડ, બે ફરાર

ધવલ તરબદાને ટોર્ચર કરનારા અને તેના માથે પેશાબ કરનારા ચાર આરોપીઓ સામે નસવાડી પોલીસે ગુનો દાખલ કરી  બે આરોપીઓ હરીશ નારાયણ કંડાણી  અને ધીરજ કંડાણીને પકડી પાડ્યા છે. અન્ય બે આરોપીઓ સુરેશ કડાણી અને પોપટ કંડાણી હાલ ફરાર છે. નસવાડી પોલીસ  આરોપીઓને પકડવા ટીમો બનાવી કામે લાગી છે.



Related News

Icon