Home / Gujarat : Children of madrassas will be investigated in Gujarat

ગુજરાતમાં મદરેસાઓના બાળકોની તપાસ થશે, બાળ સંરક્ષણ આયોગનો આદેશ

ગુજરાતમાં મદરેસાઓના બાળકોની તપાસ થશે, બાળ સંરક્ષણ આયોગનો આદેશ

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગુજરાત સરકારના મુખ્ય સચિવને લખેલા પત્રને ધ્યાને રાખી શિક્ષણ વિભાગે કમિશનર ઓફ સ્કૂલ કચેરી અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ કે માન્યતા પ્રાપ્ત મદરેસામાં ભણતા બિનમુસ્લિમ બાળકો બાબતે ભૌતિક ચકાસણી કરવા અને મદરેસાઓનું મેપિંગ કરવા તેમજ મદરેસાઓમાં ભણતા તમામ બાળકો અન્ય સામાન્ય સ્કૂલોમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવા આદેશ કર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મદરેસાઓમાં ભણતાં તમામ બાળકો સામાન્ય શાળાઓમાં પણ શિક્ષણ મેળવે તે જરૂરી હોઈ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા તાજેતરમાં ગુજરાતના મુખ્ય સચિવને પત્ર લખીને સરકારી અને ગ્રાન્ટેડ કે માન્યતા પ્રાપ્ત મદરેસાઓમાં ભણતા બિન-મુસ્લિમ બાળકો અંગે ભૌતિક ચકાસણી કરવા અને અનમેડ મદેરસાઓનું મેપિંગ કરવા સૂચના આપવામાં આવી છે. 
જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા કમિશનર ઓફ સ્કૂલ અને પ્રાથમિક શિક્ષણ નિયામકને એ બાબતે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. જે મુજબ દરેક ડીઈઓ- ડીપીઓએ અધિકારીઓની ટીમ બનાવીને મદેરસાઓમાં ભૌતિક ચકાસણી કરવાની રહેશે. ઉપરાંત બિનમુસ્લિમ બાળકો કેટલા છે અને મદરેસાઓમાં ભણતા બાળકો અન્ય સ્કૂલમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.

ગુજરાતમાં હાલ 1128 મદરેસાઓ કાર્યરત છે

સરકાર દ્વારા અપાયેલી મદરેસાઓની યાદી મુજબ હાલ રાજ્યમાં નોંધાયેલી હોય તેવી કુલ 1128 મદરેસાઓ છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય સહિત જિલ્લામાં 130 અને અમદાવાદ શહેરમાં 75 સહિત 205 જેટલી મદરેસાઓ આવેલી છે.

 

Related News

Icon