
દાહોદના કંબોઈમાંથી હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં હીટ એન્ડ રન કરનાર ગાડી ચાલકને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં આરોપી જાવેદ અસલમ શેખ ઉર્ફે રાજા.ને ઝડપી પાડ્યો છે. દાહોદ પોલીસે 70 કિલોમીટરનો વિસ્તાર અને 100 કરતા વધુ સીસીટીવી ખંગાળી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો : પંચમહાલમાં બસ ચાલકને છાતીમાં દુખાવો, સમય સુચકતા વાપરી ગંભીર અકસ્માત થતાં બચાવ્યો
દાહોદ પોલીસના 130 કરતા વધુ પોલીસ કર્મીઓની ટીમ આરોપીની શોધમાં લાગી હતી અને આખરે તેને ભારે મહેનતત બાદ શોધી કાઢવામાં આવ્યો છે. હીટ એન્ડ રનમાં જૈન સાધ્વી અને શ્રાવકનું મોત થયું હતું. હીટ એન્ડ રનની ઘટનામાં જૈન મુનિએ આરોપી ન પકડાય ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કર્યો હતો.