Dahod News: સરાકરી પદાધિકારીઓ પોતાના પદનો દુરુપયોગ કરતા ઘણી વખત જોવા મળતા હોય છે. એવામાં દાહોદમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. દાહોદમાં આરટીઓ અધિકારી એક ટ્રક ચાલકને માર મારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દાહોદ જિલ્લામાં પીપલોદ નજીક હાઈવે પાસે RTO અધિકારી ટ્રક ચાલકને માર મારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આરટીઓ અધિકારી વી કે પરમારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.