
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘાવી માહોલ સર્જાયો છે. ત્યારે રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ જામ્યો છે. વઘઇ, આહવા, સહીત પૂર્વપટ્ટી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. સાપુતારામાં સવારથી જ ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો છે. ધુમ્મસ છવાતા વાહન ચાલકોને હેડ લાઈટ ચાલુ કરી વાહન હંકારવાની ફરજ પડી રહી છે. સારા વરસાદને પગલે ડાંગ જિલ્લામાં ડાંગર, નાગલી, વરાઈ, સહીત કઠોળ પાકને જીવંતદાન મળ્યું છે.