
ખો-ખો વર્લ્ડકપ 2025ની ફાઈનલમાં ભારતીય (વુમન્સ) ટીમની શાનદાર જીત થઇ છે. વિજેતા ભારતીય ટીમમાં સામેલ ડાંગની 'ઓપીના ભિલાર'એ ડાંગ જિલ્લા સહિત ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું છે. ડાંગના છેવાડાના બિલિઆંબા ગામની ખેલાડીએ ઓલરાઉન્ડર ખેલાડી તરીકે પ્રદર્શન કર્યું.
બેસ્ટ ડિફેન્ડર અને બેસ્ટ એટેકર એવી એક ઓલ રાઉન્ડર ખેલાડી તરીકે ગુજરાત ખો-ખો ટીમની કેપ્ટન એવી ઓપીના ભિલારે ડાંગ સહિત સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. ડાંગ જિલ્લાના આગેવાનોએ દીકરીના માતા-પિતાને અભિનંદન પાઠવ્યા છે.
ખોખોની ટીમના ભારત દેશના 15 ખેલાડીઓ પૈકી મૂળ ડાંગ જિલ્લાની અને તાપીમાં રહી DLSS અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરેલ ઓપીના દેવજીભાઈ ભીલારએ બધી મેચોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
ભારતીય મહિલા ટીમે પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ જીત્યો
ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ખો-ખો વર્લ્ડ કપ 2025ની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમે આજે રવિવારે નેપાળને હરાવીને પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ જીત્યો. જેમાં પ્રથમ ટર્મમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજી ટર્મના વિરામ બાદ ત્રીજા ટર્નમાં ભારતે કુલ 73 પોઈન્ટ અને નેપાળે 24 પોઈન્ટ બનાવ્યા. જેમાં ત્રીજા ટર્નમાં ભારતીય ટીમે શાનદાર રમત બતાવી અને 38 પોઈન્ટ મેળવ્યા.
https://twitter.com/Kkwcindia/status/1880978340536078656
મહિલાઓ બાદ ભારતીય પુરૂષ ટીમે પણ રચ્યો ઇતિહાસ
ભારતીય મહિલા ટીમ બાદ ભારતીય પુરૂષ ટીમે આખી ટૂર્નામેન્ટમાં જીત મેળવી અને ફાઈનલમાં પણ જીત મેળવી. નેપાળ સામે ફાઈનલ મુકાબલો 54-36ના અંતરથી પોતાના નામે કર્યો.
નોંધનીય છે કે, ભારતની ગૌરવ યાત્રામાં ગ્રુપ તબક્કામાં દક્ષિણ કોરિયા, ઈરાન અને મલેશિયા પર શાનદાર જીતનો સમાવેશ થાય છે. આ પછી ભારતે ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશ સામે જીત મેળવી અને પછી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે શાનદાર વિજય મેળવ્યો. આ ઐતિહાસિક સિદ્ધિ ભારતને માત્ર પ્રથમ વિશ્વ ચેમ્પિયનનો તાજ પહેરાવે છે એટલું જ નહીં, પરંતુ વૈશ્વિક મંચ પર આ સ્વદેશી રમત માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષણ પણ છે.