રાજ્યમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. તેવામાં રાજ્યમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા DGPએ દરેક જિલ્લા દીઠ અસામાજિક તત્વો અને ગુંડાઓની યાદી બનાવવાના આદેશ આપવામાં આવ્યાં હતા. જેને પગલે ડાંગ પોલીસ દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લા પોલીસ દ્વારા DGPના આદેશ અનુસાર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી. જેમાં તમામ ગુનેગારોના નામમાંથી છટણી કરીને 8થી 9 સક્રિય ગુનેગારોના નામની યાદી તૈયાર કરવામાં આવી. ડાંગ જિલ્લા DYSPના જણાવ્યા મુજબ જિલ્લાના 8થી 9 જેટલા વ્યક્તિઓ સામે DGPના આદેશ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેમની સામે પાસા અથવા તડીપાર હેઠળ સુધીની કાર્યવાહી કરવામાં આવશે.