ડાંગ જિલ્લામાં ધીમીધારે વરસાદ પડતો રહ્યો છે, જેના પગલે સમગ્ર જિલ્લામાં વાતાવરણ આનંદદાયક અને ઠંડકભર્યું બન્યું છે. જિલ્લાના વિભિન્ન વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં વઘઇ અને આહવા વિસ્તારમાં તો એકધારો વરસાદ પડતા જનજીવન પર પણ અસર થઈ છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં લોકોની ચાલ-ચલન પર અસર જોવા મળી રહી છે. સાપુતારામાં હળવો ઝરમર વરસાદ પડતાં પ્રસિદ્ધ હિલ સ્ટેશને વધુ એક વખત ફરનારાઓ માટે આહલાદક નજારો પૂરું પાડી દીધો છે. ઘણા પ્રવાસીઓએ વરસાદી મોસમનો આનંદ માણવા પર્વતો પર વેહતાં ઝરણાંનો આનંદ લીધો.
સવારે 6 થી 10 વચ્ચેના વરસાદના આંકડા
આહવા: 1.51 ઇંચ
વઘઇ: 1.27 ઇંચ
સુબીર: 09 મીમી
સાપુતારા: 15 મીમી