Home / Gujarat / Dang : rules violated in construction of indoor hall of sports complex in Saputara

DANG : સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ઈન્ડોર હોલના નિર્માણમાં નિયમોનું ઉલ્લંઘન, છતાં યોજાયો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો કાર્યક્રમ

DANG : સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ઈન્ડોર  હોલના નિર્માણમાં નિયમોનું ઉલ્લંઘન, છતાં યોજાયો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો કાર્યક્રમ

Saputara Dang News : કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને સ્પોર્ટ્સ મંત્રાલયના મંત્રી મનસુખ માંડવીયા આજે ડાંગના પ્રવાસે હતા. સાપુતારામાં તેમણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી, સાથે જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઈન્ડોર હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં 400 જેટલા બાળકો સાથે સંવાદ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. જો કે  કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો આ કાર્યક્રમ જે ઈન્ડોર હોલમાં યોજાયો હતો તેના નિર્માણમાં સરકારની ગાઈડલાઈનમાં બતાવાયેલા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ સરકારે આવા હોલ જેવા બિલ્ડીંગના નિર્માણમાં એન્ટ્રી અને એક્ઝિટના બે ગેટ બનાવવાના નિયમો જાહેર કર્યા હતા, જો કે આજે મનસુખ માંડવીયાનો કાર્યક્રમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઈન્ડોર હોલમાં યોજાયો હતો તેમાં એન્ટ્રી-એક્ઝિટ માટે એક જ ગેટ હતો અને આ કાર્યક્રમ દરમિયાન હોલમાં 400 જેટલા બાળકો હતા. 

આ સ્થિતિમાં કોઈ ગોઝારી ઘટના બને તો મંત્રીજીને તો તેમના સુરક્ષાકર્મીઓ કોર્ડન કરીને સુરક્ષિત બહાર કાઢી લે, પણ નાના બાળકોની સ્થિતિ શું થાય? 

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઈન્ડોર હોલમાં એન્ટ્રી-એક્ઝિટ માટે એક જ ગેટ હોવા બાબતે જયારે સાપુતારા નગરપાલિકાના ચીફ ઓફિસર એસ. કે. મોવલીયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે નોટિફાઇડ વિસ્તારમાં આવતા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની જવાબદારી નગરપાલિકાની  નથી. 

Related News

Icon