ડાંગના વાસુરણા ગામમાં પરંપરાગત હોળીનો ઉત્સવ જોવા લોકો દૂરદૂરથી આવે છે.સાંજના સમયે ગામની મહિલાઓ પરંપરાગત ગીતો ગાતા ગાતા રાજાને તેમના ઘરે લેવા જાય છે, અને રાજા ધનરાજસિંહ સૂર્યવંશી પોતાની પ્રજા વચ્ચે હોળી મનાવવા જાય છે.. જ્યાં પૂજા કરી હોળી પ્રગટાવી લોકો પોતાની બાધા પુરી કરે છે.
પરંપરાગત હોળીનો ઉત્સવ જોવા લોકો દૂરદૂરથી આવે છે
વર્ષ દરમિયાન જન્મેલા નાના બાળકો ને તેમના મામા હોળી પાસે લઈ જાય છે, તેના વાળા ઉતારવાની જૂની પ્રથા આજે પણ ચાલી આવી છે, ડાંગ જિલ્લામાં 40 ટકા ખ્રિસ્તી ધર્મને માનનારા લોકો છે..જેઓ હિન્દુઓના કોઈ તહેવાર ને માનતા નથી પણ હોળીની પૂજા કરવા માટે તેઓ જરૂર આવે છે.