
સલાયા મરીન પોલીસ સ્ટાફ દ્રારા દરિયામાં પેટ્રોલીંગ દરમ્યાન પ્રતિબંધિત સફી ઢોરા પાસે બાઈટ લાંગરી માછીમારી કરતા 6 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. અલ અક્સા નામની ફિશિંગ બોટ ટાપુ પાસે લાંગરી દરિયાના પાણીમાં તમામ ઈસમોએ ફીશીંગ જાળ નાખી ટાપુ પર અનઅધિકૃત પ્રવેશ કર્યો હતો. હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 જેટલા નિર્જન ટાપુઓ પર માનવ પ્રવેશ પર પ્રતિબંધ છે.
આ પણ વાંચો : ગુજરાત સ્થાનિક સ્વરાજ ચુંટણીમાં NCP અજીત પવાર જુથ પણ ઝંપલાવશે, ભાજપની મુશ્કેલીમાં વધારો
હજુ થોડા દિવસો પહેલા જ સાત ટાપુઓ પરથી સરકાર દ્વારા ગેર કાયદેસર બાંધકામો પણ દૂર કરવામાં આવ્યા છે. ભૂતકાળમાં આ નિર્જન ટાપુઓ પર દેશ વિરોધી પ્રવૃતિઓ કરવામાં આવતી હતી. જેથી રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્જન ટાપુઓ પર જવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે આ ઈસમો પ્રતિબંધિત ખારા મીઠા ચુસના ટાપુ પર ગયા હોવાની વાત સામે આવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.