Devbhoomi Dwarka News: દ્વારકાની ગોમતી નદીમાં છ યાત્રીઓ ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે. ચાર યુવતી અને એક યુવકને ફાયરની ટીમ અને સ્થાનિક લોકોએ બચાવી લીધા છે. જ્યારે એક યુવતીનું મોત થયું છે. આ તમામ જામનગરના રહેવાસી છે. આ ઘટના દ્વારકાના ગોમતી ઘાટ પર સર્જાઇ છે. લાઇફ જેકેટ પહેર્યું હતું કે તેને લઇને અનેક સવાલો ઉદભવી રહ્યા છે.
તમામનું રેસકયુ કરાયાં બાદ 108 દ્વારા દ્વારકા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નાની ઉંમરની ભાગેશ્રવરી નામની યુવતીનું મૃત્યુ થયું જ્યારે અન્ય એક યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
નદીમાં સાત યાત્રિકોને ડૂબતા સ્થાનિક લોકોને નજરે ચડતા નગરપાલિકા ફાયર વિભાગની બોર્ડ તાત્કાલિક પહોંચી હતી. નગરપાલિકાની ફાયર વિભાગ તેમજ સ્થાનિક ઊંટ સવાર માલિક દ્વારા ડુબતા યાત્રિકોનો બચાવ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો બીજી આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી છે. હાલ દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળતો હોય છે. ત્યારે દરિયાનો પ્રવાહ ગોમતી નદીમાં વધુ જોવા મળતો હોય છે. ત્યારે આ બાબતે યાત્રીઓ અજાણ હોય છે. ગોમતી નદીમાં ન્હાવાનો મહિમા હોવાથી યાત્રીઓ સ્નાન કરવા ઉતરતા હોય છે. આ દરમિયાન ઘણીવાર યાત્રીઓ ડૂબી જતાં હોવાની ઘટના બનતી હોય છે.