છેલ્લા કેટલાય દિવસોથી રિલાયન્સના ડાયરેક્ટર અનંત અંબાણી દેવભૂમિ દ્વારકાની પદયાત્રાએ છે. તેવામાં પદયાત્રા દરમિયાન અનંત અદાણીના જીવદયા પ્રેમનો વીડિયો સામે આવ્યો છે. દ્વારકા પદયાત્રા દરમિયાન મરઘાંને કતલ ખાને લઈ જવાતી ગાડીને અનંત અંબાણીએ રોકાવી હતી. તમામ મરઘાઓને કતલખાને લઈ જવાતા બચાવી તમામ મૂંગા પક્ષીને પાળવા કાર્યકરોને સૂચના આપવામાં આવી હતી. તમામ મરઘાંને પીંજરામાંથી આઝાદ કરી પક્ષીના માલિકને પૈસા આપ્યા હતા. કતલખાને લઈ જવાતા પક્ષીઓને બચાવી અનંત અંબાની દ્વારા જીવદયાનું ઉમદા ઉદાહરણ પૂરું પડાયું હતું.