રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિરની પદયાત્રા આજે પૂર્ણ થઈ હતી, તેઓ આજે દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા છે. અનંત અંબાણીની માતા અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન નીતા અંબાણી અને તેમની પત્ની રાધિકા મર્ચન્ટ આજે તેમની સાથે જોડાયા હતા.
જામનગરથી દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા આજે પૂર્ણ કરી
મળતા અહેવાલ પ્રમાણે જામનગરથી દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા આજે પૂર્ણ કરી છે. 10 દિવસની પદયાત્રા કરીને અનંત અંબાણી દ્વારકા પહોંચ્યા હતા.
વહેલી સવારે પરિવાર સાથે કરી મંગળા આરતી
અનંત અંબાણીએ પરિવાર સાથે દ્વારકા મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરીને ધન્યતા અનુભવી હતી. અનંત અંબાણીની સાથે તેમની માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા પણ હાજર રહ્યા હતા.