
Devbhumi Dwarkaમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ આંતક મચાવ્યો છે. એકતરફી પ્રેમમાં પાગલ થયેલા પ્રેમીએ 22 વર્ષીય યુવતીને છરીના અનેક ઘા ઝીંકી દીધા હતા. પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા દબાણને વશ ન થનાર યુવતી પર યુવકે હુમલો કરી ગંભીર ઘાયલ કરતાં શરીરના જુદા જુદા ભાગોમાં 56 ટાંકા આવ્યા છે.
જણાવી દઈએ કે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના સંજય નગર વિસ્તારમાં રહેતી યુવતીને વિશાલ પરિયા નામનો યુવક બળજબરીથી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો. યુવતી ન માની તો તેની ઉપર હુમલો કરી દીધો. એટલું જ નહીં. પ્રેમમાં પાગલ યુવક વિશાલ પરિયા તેમજ તેનો ભાઈ વિનો અને પિતા સોમાભાઈએ યુવતીને ધમકી આપી કે જો આ વાત કોઈને કહી તો મારી નાંખીશું.
આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. યુવતીને શરીરના અલગ અલગ ભાગોમાં કુલ 52 ટાંકા આવ્યા છે. ઘટનાની જાણ થતા ખંભાળિયા dysp સહિતના પોલીસ અધિકારીઓએ આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.